પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
2 શમએલ 9:1

Notes

No Verse Added

2 શમએલ 9:1

1
દાઉદે એક દિવસ વિચાર્યુ, “શાઉલના કુટુંબમાં કોઈ હજુ સુધી જીવંત હશે શું? જેના ઉપર હું યોનાથાનને કારણે કૃપાદૃષ્ટિ રાખી શકું?”
2
શાઉલને સીબા નામનો એક નોકર હતો; તેને દાઉદ સમક્ષ બોલાવવામાં આવ્યો, રાજાએ તેને પૂછયું, “તું સીબા છો?”“જી, હું તમાંરો સેવક સીબા છું” તેણે પ્રત્યુત્તર આપ્યો.
3
રાજાએ કહ્યું, “શાઉલના કુટુંબમાં એવું કોઇ છે જેના પર હું યહોવાને નામે દયા કરી શકું?”સીબાએ કહ્યું, “હાજી, યોનાથાનનો બંને પગે લગંડો એક દીકરો હજુ જીવંત છે.”
4
દાઉદે પૂછયું, “તે કયાં છે?”સીબાએ કહ્યું, “તે લોદબારમાં આમ્મીએલના પુત્ર માંખીરના ઘરમાં છે.”
5
આથી દાઉદે યોનાથાનના પુત્રને લોદબારના આમ્મીએલના પુત્ર માંખીરને ત્યાંથી તેડી મંગાવ્યો.
6
તે યોનાથાનનો પુત્ર અને શાઉલનો પૌત્ર મફીબોશેથ આવ્યો અને તેણે રાજા દાઉદ સમક્ષ મસ્તક નમાંવી નમન કર્યું.દાઉદે કહ્યું, “મફીબોશેથ?”તેણે કહ્યું, “હાજી, આપનો સેવક હાજર છે.”
7
ત્યારે દાઉદે કહ્યું, “ગભરાઈશ નહિ, તારા પિતા યોનાથાનને કારણે હું તારા ઉપર કૃપા કરીશ. હું તને તારા દાદા શાઉલની બધી જમીન સોંપી દઈશ; અને તું રોજ માંરી સાથે ભોજન કરજે.”
8
મફીબોશેથે પુન:લાંબા થઈને પ્રણામ કર્યા. અને કહ્યું, “હું તો મરેલા કુતરા જેવો છું, માંરા ઉપર આપ આટલી બધી કૃપાદ્રષ્ટિ શા માંટે રાખો છો?”
9
પછી રાજા દાઉદે શાઉલના નોકર સીબાને બોલાવીને કહ્યું, “હું તારા શેઠના પૌત્રને શાઉલની અને તેના કુટુંબની બધીજ મિલકત સોંપી દઉં છું.
10
તું, તારા કુટુંબ અને પુત્રો અને તારા ચાકરો સાથે પ્રદેશમાં તેને માંટે ખેતી કરશે અને તેના કુટુંબને માંટે અનાજ ઉત્પન્ન કરશે. પરંતુ મફીબોશેથ તારા માંલિકનો પૌત્ર, માંરા મેજ પર હંમેશા જમી શકશે.” સીબાને 15 પુત્રો અને 20 ચાકરો હતા.
11
સીબાએ જવાબ આપ્યો, “આપ નામદારની બધી આજ્ઞા સેવક ઉઠાવશે.”આમ, મફીબોશેથના રાજાના કુંવરની જેમ રાજા સાથે ભોજન કરતો.
12
મફીબોશેથને મીખા નામનો નાનો પુત્ર હતો. સીબાના કુટુંબનાં બધાં માંણસો મફીબોશેથના નોકર હતાં.
13
પણ મફીબોશેથ મહેલમાં રહેવા માંટે યરૂશાલેમ ગયો અને ત્યાં રાજાની સાથે ભોજન લેતો હતો. બંને પગે અપંગ હતો.
×

Alert

×

gujarati Letters Keypad References